36 City Bhaskar 10 Sept 17

વર્લ્ડ સ્યૂસાઈડ ડે નિમિત્તે ટેક મિનિટ ચેન્જ લાઈફ પર ટૉક યોજાઈ

કોઈપણ વ્યક્તિ આત્મહત્યા તરફ દોરાતી જતી લાગે ત્યારે આટલુ કરો

ઘાતકી ચીજો તેની નજીક રાખવા દો, 1096 પર કે અન્ય કોઈ કાઉન્સિલિંગ સંસ્થાનો સંપર્ક કરો, તેને અહેસાસ કરાવો કે તે માનસિક રોગી નથી

સિટી રિપોર્ટર | અમદાવાદ

‘2015નાનેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે 1 લાખ 35 હજાર લોકો આત્મહત્યા કરે છે. જેમાંથી 7,200 લોકો માનસિક રોગથી પીડાતા હતા જ્યારે બાકીના જીવનના અન્ય પ્રશ્નોથી પિડિત હતા. એટલે સાબિત થાય છે કે સ્યુસાઈડ કોઈ માનિસક રોગ નથી પરંતુ વાત મીથ છે.’ શબ્દો છે ડૉ રોનક ગાંધીના. સી.યુ. શાહ કોલેજ ખાતે આજે વર્લ્ડ સ્યુસાઈડ ડેને ધ્યાનમાં રાખી ટેક મીનીટ ચેન્જ લાઈફ થીમ પર તેમણે વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમને સ્યુસાઈડ તરફ દોરાવાના કારણો, તેમાંથી કેમ બહાર નિકળવું વગેરે બાબતો વિશે મુજબ સમજ આપી હતી. તેમણે કોઈ વ્યક્તિ આત્મહત્યા તરફ દોરાતી રાખે તો શું કરવું તે અંગેની ટીપ્સ પણ આપી હતી. તેમણે કહ્યું કે, ‘ચાકુ, છરી, એસિડ આવી વ્યક્તિની નજીક ના રાખવા દેવા, તેઓ પ્રોબ્લમથી બહાર આવે તે માટે 1096 કે અન્ય કાઉન્સિલિંગ કરી શકે તેવી સંસ્થાનો સંપર્ક કરવો, આવી વ્યક્તિને ફોલો કરો, તેમને સ્યૂસાઈડનો વિચાર આવે કે પ્રયત્ન કરે તેવી વ્યક્તિને માનસિક રોગી નથી તેથી અહેસાસ ના કરાવવો નહીંતર તેઓ ગુનાની ભાવના સાથે જીવશે.’