An Article in Divya Bhaskar, Ahmedabad on Suicide Helpline

//An Article in Divya Bhaskar, Ahmedabad on Suicide Helpline

An Article in Divya Bhaskar, Ahmedabad on Suicide Helpline

 

35 Divya Bhaskar Ahmedabad 9 Sept 17

કેતન રાજપૂત, ભાવેશ રાજપૂત | અમદાવાદ
નેશનલક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના અહેવાલ પ્રમાણે વર્ષ 2013માં 7186, વર્ષ 2014માં 7225 અને 2015માં 7246 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં મહિલાઓના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2013માં 2634માં ઘટાડો થઈને વર્ષ 2015માં 2542 મહિલાએ આત્મહત્યા કરી હતી. પુરુષોમાં વર્ષ 2013માં 4532, વર્ષ 2014માં 4608 અને વર્ષ 2015માં 4704 પુરુષે આત્મહત્યા કરી હતી.
ઘરેલુ હિંસામાં મહિલા હેલ્પલાઇન ઉપર રોજ 69 ફોન આવે છે જ્યારે પુરુષ હેલ્પલાઇન ઉપર રોજ 94 ફોન કૉલ આવે છે. પુરુષોની આત્મહત્યા અંગે વાત કરતાં હૃદયા નેસ્ટ ઓફ ફેમિલી હાર્મનીના સ્થાપક સભ્ય અમિત ગુપ્તાએ જણાવ્યું કે, પુરુષોના પક્ષમાં કાયદો ઘડાય તો સમાજમાં વાસ્તવિક રૂપે સમાનતા લાવી શકાય. મહિલાઓ માટે 49 કાયદા છે જ્યારે પુરુષો માટે એક પણ નથી. સરકારે પુરુષો માટે હેલ્પલાઇન બનાવી નથી પરંતુ અમારી સંસ્થાએ 08882498498 નંબરની હેલ્પલાઇન બનાવી છે.

અમદાવાદ પોલીસે 2014માં ‘1096 જિંદગી હેલ્પલાઇન’ની શરૂઆત કરી હતી. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 1788 કૉલ મળ્યા, જેમાંથી 111 કૉલ આત્મહત્યાને લગતા હતા.
‘સાથ’ની હેલ્પલાઇન 26305544 પર રોજ 5 ફોન આવે છે. સંસ્થાને આવતા કૉલમાં પુરુષોના 62 ટકા અને સ્ત્રીઓના 38 ટકા ફોન હોય છે.

હતાશા, સામાજિક-માનસિક તણાવ અને આર્થિક તંગી માનવીને જીવન ટૂંકાવવા માટે મજબૂર કરે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યાના કિસ્સાઓમાં 3 વર્ષમાં વધારો થયો છે. તેમાંય મહિલાઓ કરતાં પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે

‘મેટ્રિમોનિયલ સાઇટ થકી પંજાબની યુવતી સાથે 2011માં લગ્ન કર્યાં. લગ્નના ત્રીજા દિવસે પચ્ની બધા દાગીના, રૂપિયા લઈને પિયર જતી રહી હતી. પંજાબ પોલીસ મને અને મમ્મીને પકડી ગઈ. પત્નીએ કેસ કર્યો હોવાથી અમારે જેલમાં રહેવું પડ્યું. 7 વર્ષથી કેસ લડી રહ્યો છું.’  અમિતકુમાર, પીડિત

‘દેવું હોય, માનસિક રોગથી પીડિત, સામાજિક તકલીફો, તણાવમાં હોય તેવી વ્યક્તિઓના ફોન આવે છે. તેઓની સ્થિતિ પ્રમાણે અમે આત્મહત્યાના વિચારોથી વાળી, રૂબરૂ મળવા બોલાવીએ છીએ, જેથી વાતાવરણ અલગ મળતાં તેઓની માનસિક સ્થિતિ સુધરે.’  ડૉ.રોનક ગાંધી, સ્થાપક,લવિંગ ફાઉન્ડેશન

By | 2017-10-10T20:27:37+00:00 September 9th, 2017|News|0 Comments

About the Author:

Leave A Comment